વૈશ્યાલય - 15

(47)
  • 8.5k
  • 1
  • 4.1k

ભરત અને અંશ ત્યાં બેસી ગયા. ચમેલી જતી રહી હતી. એક દર્દનાક ઘટનાના સાક્ષી બન્યા હોઈ એવી ભયભીતતા બન્નેના ચહેરા પર છવાઈ ગઈ હતી. આઝાદ ભારતની જુલ્મ સહેતી નારીઓ આમ જ ચહેરા પર હાસ્ય સજાવી પોતાના દર્દને ઢાંકી દેતી હોઈ છે. વૈશ્યાલયના નિર્માણ આજના નથી અનેક સદીઓ થી ચાલ્યા આવે છે. ધનવાનો અને રાજા ની વાસના સંતોષવા અનેક નારીઓ આ દલદલમાં ગરકાવ થઈ ગઈ છે. અને જે નારીઓમાં હિંમત હતી એ મોતને ભેટી પોતાની આબરૂ અને ઈજ્જત પર દાગ નથી લાગવા દીધો. એકવીસમી સદીની શરૂઆત થઈ ચૂકી છે. પણ નારીઓને હજુ પણ અમુક સમાજમાં આઝાદી નથી મળી, એમના નારીત્વને પગ