બાવીસ “આમ ક્યાં ચાલ્યો? આપણી તો બુચ્ચા થઇ ગઈ છે એટલીવારમાં ભૂલી ગયો કે શું?” સોનલબા સમક્ષ સમાધાન કર્યા બાદ જ્યારે વરુણ અને કૃણાલ ઘરે જવા નીકળ્યા ત્યારે કૃણાલ વરુણ સાથે પાર્કિંગ તરફ ચાલવાને બદલે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો એટલે વરુણે પૂછ્યું. “તું જા ઘરે મને વાર લાગશે.” કૃણાલે ટેવ મુજબ ટૂંકાણમાં જ જવાબ આપ્યો. “વાર લાગશે? આટલા દિવસ મારાથી દૂર રહ્યો તો ક્યાંક ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ શોધી લીધી છે કે શું?” વરુણ હસતાં હસતાં બોલ્યો. “છોકરીઓ સિવાય બીજી કોઈ વાત પર તારું ધ્યાન ક્યારેય જાય છે ખરું?” કૃણાલે ચીડિયું કર્યું. “સોરી, સોરી, હવે ફરીથી ઝઘડતો નહીં. બોલ, કેમ તને ઘરે