એય, સાંભળ ને..! - 15 - પ્યાર કિયા તો ડરના ક્યા ?

  • 3.3k
  • 1
  • 1.3k

ભાગ 15 : પ્યાર કિયા તો ડરના ક્યા ? વેલ..વેલ..વેલ..! યે શનિવાર બડી જલ્દી આ જાતા હૈ, નહિ ? તો ગયા ભાગમાં આપશ્રીએ વિદાય લીધી ત્યારે દુલ્હા 'ટુ બી' ની એન્ટ્રી સીડીઓ પરથી થઈ રહી હતી ને અમારે પણ સેલ્ફીઓ પાડવી હતી, એટલે ગયો એપિસોડ આપણે સમાપ્ત કર્યો હતો. તો હવે વાર્તાને આગળ પણ ધપાવીએ. હવે આગળ.. "ચલો હવે..! બહું બધા ફોટા પડી ગયા, હવે પછી પાડજો." અમે ફોટા પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે પાછળથી મમ્મીજી આવ્યા અને અમને બોલાવી ગયા. (હા હવે, મમ્મી , બસ ? જી ફેમિલીની હજુ વાર છે ?) ધીરે ધીરે કરતા નિધિ અને વરરાજા બહાર વિધિ