જોને કુદરત પણ કેવી અદભુત કરામત કરે છે,કર્મના લેખને જોઈ જન્મના લેખ લખે છે,સંજોગ મુજબ ક્રોધને પણ પ્રેમમાં રૂપાંતરિત કરે છે,દોસ્ત! પ્રભુની મરજી વગર પાંદડું પણ ક્યાં હલે છે?છતાં કહેવાય છે કે માનવી કેવા કર્મ કરે છે!અમન અને મીરાં રૂમમાં સાથે હતા ત્યારે અમન જે રીતે બેઠો થઈ ગયો એ દ્રશ્ય અમનના ભાઈના હૃદયને સ્પર્શી ગયું, એનો મીરાં માટેનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. એ મીરાંએ જે રીતે અમનને વ્યવસ્થિત ઉંઘાડ્યો એ જોઈને તેના મનને થયું કે મીરાંએ અમનને કોઈ નુકશાન ન જ પહોચાડ્યું હોય. જો મીરાંને અમનને કોઈ નુકશાન પહોંચાડવું જ હોઈને તો મીરાંના ચહેરાપર જે માસુમિયત દેખાય