કલાકાર - 8

(73)
  • 5.8k
  • 5
  • 3k

કલાકાર ભાગ – 8 લેખક – મેર મેહુલ ગાંધીનગરથી થોડે દુર રંધેજા ગામ છે. ગામની દક્ષિણ દિશાએ બે હજાર વારમાં ‘પાર્થ બંગલો’ ફેલાયો છે. આ બંગલાની એકબાજુએ લીલોછમ બગીચો હતો અને બીજી બાજુએ ખેતરોની હરિયાળી હતી. બંગલામાં માત્ર એક જ દંપતી રહેતાં હતાં. “આજે વાતાવરણ ખુશનુમા છે નહીં” પચાસ વર્ષ પાર કરી ચૂકેલા વિપુલે કાજલના હાથ પર હાથ રાખીને કહ્યું. બંને બગીચામાં બેઠા હતા. કાજલ વિપુલથી એકવીશ વર્ષ નાની હતી એટલે કાજલે ક્યાં મકસદથી વિપુલ સાથે લગ્ન કર્યા હશે એ કહેવાની જરૂર નથી. વિપુલ અબજોપતિ હતો અને કુંવારો હતો. વિપુલને અને કાજલને જોતું હતું એ મળી ગયું હતું એટલે