પડછાયો - ૯

(36)
  • 4.2k
  • 1
  • 1.7k

અમને તેના બોસ વનરાજ સિંઘાનિયા દ્વારા અમેરિકા ડીલ કરવા જવાની વાતને કાવ્યા માટે થઈને નકારી દીધી. તે કાવ્યાના આવા મુશ્કેલ સમયમાં તેની સાથે જ રહેવા માગતો હતો આથી તેણે પોતાના બોસને અમેરિકા જવા માટે ના પાડી દીધી. તે કાવ્યાને આ વિશે જણાવતો પણ નથી નહિતર કાવ્યા તેને જવા માટે મનાવી લેત. પણ તે કાવ્યાને હવે એકલી મૂકવા જ માંગતો ન હતો. આથી આ વાત છૂપાવવી જરૂરી હતી.બીજા દિવસે સવારે ચા નાસ્તો પતાવીને અમન ઓફિસ ચાલ્યો ગયો અને સીધો જ પોતાની કેબિનમાં જઈ કામ કરવા લાગ્યો. તે પોતાના કામને જ ઈશ્વર માનતો અને પૂજતો. થોડી વાર થઈ ત્યાં સમીર તેની કેબિનમાં