મોજીસ્તાન - 3

(30)
  • 6.4k
  • 3
  • 2.9k

મોજીસ્તાન.પ્રકરણ-૩ ટેમુની દુકાને સવાર સવારમાં સરપંચ આંબળછેડા લઈ રહ્યા હતા.એમના દસ રૂપિયા ટેમુના ગલ્લામાં જમા થઈ ગયા હોઈ એમને ખીલે બંધાયેલા ઢોરની માફક ત્યાં ખોડાઈ રહેવું ફરજિયાત હતું. "ચીમ કોઈ નથી...? દુકાનમાં..? મારે તેલ લેવું છે...આજ સવાર સવારમાં તમાર જમયને ભજીયા ખાવાનું મન થિયું તે મન કે' જા તેલ લય આય...હી હી હી... તે હું તેલ લેવા આયી સવ.. પણ તમે ચીમ આંય ગમાણે ઢોર ઊભું હોય ઈમ ઊભા સવો...?" ધોળી ડોશીની ધમૂડી બરણી લઈને તેલ લેવા આવી હતી. આ ધમૂડીનો ધણી ઘરજમાઈ થઈને ગામમાં રહેવા આવ્યો હતો.એ બિચારો સાવ સલપાંખડી (શરીરે દુબળો) હતો એટલે લગભગ અડધું ગામ એમ સમજતું કે ધમૂડી