કાળા ઓળાઓ અને વિચિત્ર ચીસો.. ______________________________________ તીરકામઠાં વાળા જંગલીઓના સંકજામાંથી છૂટ્યા બાદ કેપ્ટ્ન અને એમના સાથીઓ ગુફામાં ફસાઈ જાય છે ત્યારે પીટર બધાને એની યુક્તિ વડે સફળતા પૂર્વક બહાર નીકાળે છે. એના પછી કેપ્ટ્ન અને એમના સાથીઓ ફરીથી અધૂરા રહેલા નગર નિર્માણનું કામ આગળ વધારે છે. બરફવર્ષા પછી ટાપુ પરનું વાતાવરણ એકદમ સામાન્ય થઈ ગયું. ક્યારેક વરસાદના ઝાપટા આવી જતાં બાકી વધારે તોફાની વાવાજોડું આવે તેની શક્યતા નહિવત હતી. ગુફામાંથી બહાર નીકળ્યા પછીના બીજા જ દિવસે કેપ્ટ્ન અને એમના સાથીદારોએ નગરનિર્માણનું કામ ચાલુ કરી દીધું હતું. ફિડલના પગમાંનો ઘા હજુ રૂજાયો નહોતો એટલે એ આરામ ઉપર હતો.