બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 13

  • 3k
  • 1k

બે દિવસ પછી વિજય અને મોન્ટુ અમદાવાદ લગ્નમાં હતા. વિજયનો વિચાર કાંકરિયા જવાનો હતો. તેણે મોન્ટુને કાંકરિયા લઈ જવા કહ્યું. કાંકરિયા જવા માટે મોન્ટુએ તેના અમદાવાદમાં રહેતા કાકાના છોકરાને કોલ કરી તેને પીકપ કરવા બોલાવ્યો. બંને ગીતા મંદિર રોડ પર મોન્ટુના કાકાના છોકરાની રાહ જોઈ રહ્યા હતા એવામાં વિજયના ફોનની રીંગ વાગી. વિજયે જોયું તો શ્રેયાનો કોલ હતો. વિજયે કોલ અટેન્ડ કરતા કહ્યું, “હા સીસ બોલો.” “તમારા માટે ગુડ ન્યૂઝ છે.” “ગુડ ન્યૂઝ? એટલે...” “હા. ફાઈનલી... તમે હવે સિંગલ નહી રહો.” “રીયલી? સીસ તમે મજાક...” “ના મારા ભાઈ. તમને લાગે છે આ બાબતમાં હું તમારી સાથે મજાક કરીશ?” “તો