લવ બ્લડપ્રકરણ-40 રીતીકાદાસ, સુરજીતરોય, બાબા ડમરુનાથ, સૌરભમુખર્જી, સૌમીત્રેય ઘોષ અને બીજા બે ત્રણ જે રીતીકાદાસનાં ટેકામાં આવેલાં બધાની મીટીંગ ચાલી રહી હતી. આ મીટીંગ બાબા ડમરુનાથનાં કહેવાતાં આધ્યાત્મિક આશ્રમમાં તદ્દન ખાનગી એવાં હોલમાં ચાલી રહી હતી. આખો આશ્રમ લગભગ 100 એકર જમીનમાં ફેલાયેલો હતો એને અડીનેજ વિશાળ જંગલ લાગેલું હતું એટલે જંગલમાંજ આશ્રમ હતો એવો દેખાવ હતો. આ જંગલનાં વિસ્તારમાં બાબા ડમરુનાથનું એકચક્રી શાશન જેવું હતું એમનો વિશાળ ભક્તગણ (અનુયાયી) જે ખુંખાર જંગલીઓજ હતાં થોડાંક આસામી, બંગાળી, બીહારી અને બાકીનાં જંગલનાં મૂળ આદીવાસીઓ હતાં. કહેવાતું હતું કે બાબા દ્વારા જંગલી જડી બુટ્ટી, ઇમારતી અને ચંદનનાં લાકડા, ઔષધીઓ, અને ગાંજાની હેરફેર