વેધ ભરમ - 13

(179)
  • 9.6k
  • 5
  • 6k

સી.સી.ટીવીનુ રેકોર્ડીંગ જોઇ નવ્યા એકદમ સ્તબ્ધ થઇ ગઇ. થોડીવાર તો તે કંઇ બોલી નહી પરંતુ પછી તેણે કહ્યું “ હા, હું તે રાતે નિખિલને મળી હતી. નિખિલ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને દર્શનની ઓફિસમાં હતા ત્યારથી જ એકબીજાને પ્રેમ કરતા હતા. નિખિલ ત્યાંથી નીકળી ગયો એટલે થોડા સમય પછી મે પણ ત્યાંથી જોબ છોડી દીધી અને નિખિલે મને અહીં જોબ અપાવી દીધી.” આટલુ બોલી નવ્યા રોકાઇ એટલે રિષભે અશ્વિન સામે જોઇ પૂછ્યું “શુ તમને આ ખબર નહોતી?” “ના, મને એટલી જ ખબર હતી કે તે બંને સાથે દર્શનની ઓફિસમાં કામ કરતા હતા. પણ મને તે બંને વચ્ચે