સુંદરી - પ્રકરણ ૨૧

(77)
  • 4.6k
  • 5
  • 3.3k

એકવીસ “ભઈલા, જરા બહાર ઉભો રે’જે તો!” સોનલબાએ હુકમના સ્વરમાં કહ્યું. વરુણે જવાબમાં પોતાનું ડોકું હલાવ્યું અને બારણાની બહાર નીકળી ગયો. વરુણની પાછળ બીજા બે વિદ્યાર્થીઓ નીકળ્યા અને તેના પછી કૃણાલ આવ્યો. “કૃણાલભાઈ જરા બહાર ઉભા રે’શો? મને તમારું થોડું કામ છે.” સોનલબાએ કૃણાલને પણ કહ્યું. કૃણાલ પણ સોનલબાને હા પાડીને બહાર નીકળ્યો તો તેણે જોયું કે વરુણ ક્લાસની બહારની લાંબી લોબીમાં એક જગ્યાએ ક્લાસના દરવાજા સામે જોઇને ઉભો હતો એટલે એ વરુણથી થોડે દૂર ઉભો રહ્યો. થોડીજ વારમાં સોનલબા ક્લાસમાંથી બહાર આવ્યા. “આવો કૃણાલભાઈ, મારી જોડે...” સોનલબાના રસ્તામાં પહેલા કૃણાલ આવ્યો એટલે એમણે કૃણાલને પોતાની સાથે આવવાનું કહ્યું. સોનલબા