ભેદભાવ - 5 - છેલ્લો ભાગ

  • 3.6k
  • 1.3k

હંસાબેન ચાની કીટલી લઈને આવે છે અને જ્યાં બેસવા જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે. હંસાબેન ચાની કીટલી નીચે મૂકી અને તરત જ બારણું ખોલવા માટે જાય છે. બારણું ખોલે છે તો રસિક ભાઈ આજે દરરોજ કરતા થોડા વહેલા ઘરે આવ્યા હતા. રસિકભાઈ અંદર આવીને મંજુબેન અને સમજુબેન ને જુએ છે એટલે તેઓ કહે છે, અરે વાહ ! આજે તો અહીં જ સત્સંગ ચાલુ થયો લાગે છે.ના અમે તો કિર્તન ગાઈએ છીએ, લો હવે તમે આવી ગયા ,તમે મંજીરા વગાડો. મંજુબેને રસિકભાઈ ની મજાક કરતા કહ્યું. અને ત્રણેય બહેનો હસી પડી.હા લ્યો હું અંદરથી મંજીરા લેતો આવું, એમ