ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-9

(113)
  • 6.9k
  • 6
  • 4.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-9 નીલાંગ અને નીલાંગી બંન્નેની જોબ નક્કી થઇ ગઇ હતી બંન્ને ખૂબ ખુશ હતાં. પોતપોતાનાં ઘરે પણ આનંદની હાંશ હતી. નીલાંગી ખૂબ ખુશ હતી કે ગ્રેજ્યુએશન પછી પણ સારી ફર્મમાં નોકરી મળી હતી એ આગળ ભણવા માગતી હતી પરંતુ ઘરની આવી સ્થિતિ એવી હતી કે ફીનાં અને બીજા ખર્ચના પૈસા પુરા પડતાં નહોતાં. આઇ પણ કામ કરતી બાબાને નોકરી હતી નહોતી એવુંજ હતું કામ મળે તો કરવાનું નહીંતર ઘરેજ હોય. રોજમદારીની જેમ કામ મળતું પણ એમાં ઘરનું પુરુ ના થતું. નીલાંગીની માં થોડા ખાધેપીધે સુખી એવા કુટુંબમાંથી આવતી હતી એની કાયમની ફરિયાદ હતી કે એનાં આઇ બાબાએ જોયા