પ્રકરણ-૧૦ રેવાંશનું નવું રૂપ વૈદેહી અને રેવાંશ હવે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બંનેમાંથી કોઈને એવું યાદ ન આવ્યું કે, આપણે ઘરે ફોન કરીને જણાવી દઈએ કે, આપણે પહોંચી ગયા છીએ. બંને હોટલ પર આવ્યા. રેવાંશ એ રીસેપ્શન પરથી પોતાના રૂમની ચાવી લીધી. ચાવી લઇ રૂમ ખોલી બંને રૂમમાં દાખલ થયા. બંનેએ સમાન ગોઠવ્યો ત્યાં સુધીમાં બપોર થઇ ગઈ હતી. જમવાનો સમય થઇ ગયો હતો. રેવાંશ એ વૈદેહીને કહ્યું, “ચાલ, તું તૈયાર થઇ જા. આપણે બહાર જઈને જામી આવીએ. અહી હોટલમાં જમવાની મજા નહિ આવે. આપણે બહાર જ ક્યાંક જમીએ.” “સારું, હું તૈયાર થઇ જાવ છું. ત્યાં સુધીમાં તમે ઘરે વાત