રાત્રે અનંત અને આસ્થા બંને દાદા દાદી રૂમમાં આવ્યા. અનંત કહે કે, "દાદા ચાલોને ગેઈમ રમીએ."દાદા બોલ્યા કે, " ચાલો રમીએ"ત્યાં આસ્થા રડમસ અવાજે બોલી કે, "તો પછી આજે સ્ટોરી નહીં સાંભળવા મળે. આજે સ્ટોરી કહેવાનો ટર્ન કોનો હતો?"દાદીએ કહ્યું કે, "તમારા દાદાનો"આસ્થા ઉત્સાહિત થઈને બોલી કે, " મારે તો ગેઈમ રમવી છે અને સ્ટોરી પણ સાંભળવી છે. આપણે બેય કામ કરીશું ને દાદા દાદી."આસ્થા નો ભોળો ચહેરો જોઈ દાદા દાદીના ચહેરા પર ખુશી આવી ગઈ.દાદાએ વાર્તા કહેવાની શરૂ કરી.નમ્યા" 'અપના ઘર' નામનું એક અનાથાશ્રમ હતું. એના મેનેજર દયાલ શર્મા હતાં. એક રસોઈયો શના મહારાજ રહેતા. અહીં લગભગ તો ત્રણ-ચાર