હર્ષદ દવે નવો અભિગમ નાના અકુલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે આઠ વર્ષનો છે. તેની માતા તેને ખૂબ મોટે મોટેથી વઢી રહી હતી કારણ કે ગણિતના હોમવર્કનો એક દાખલો કલાક થવા આવ્યો તો પણ તેને નહોતો આવડતો. રિયા અને રોનક બંને નોકરી કરતા હતા. રિયાએ આદિત્યની સંભાળ રાખવા માટે પોતાની કારકિર્દીમાં પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. હવે તેણે ફરીવાર પોતાની નોકરી શરુ કરી હતી. તેની સાથેના મિત્રો સીનીયર લેવલ પર પહોંચી ગયા હતા અને પોતે હજુ જુનિયર લેવલ પર જ હતી. રોનક ઘરે આવ્યો ત્યારે અકુલ રડતો હતો. રિયા તેના પર ગુસ્સે થઇ કહી રહી હતી, 'આઠ ગુણ્યા છ