કલાકાર - 7

(88)
  • 5.4k
  • 3
  • 2.8k

કલાકાર ભાગ – 7 લેખક – મેર મેહુલ નવ વાગ્યા એટલે વનરાજ અને મિલન નોકરીએ જવા તૈયાર થઈને બહાર નીકળ્યા. “પેલાં લોકો વહેલાં નીકળી ગયાં ?” મિલને પૂછ્યું. “હા, જીગરને રીંકુ મળવા આવવાની હતી અને હીમાંશુને કંઇક કામ હતું એટલે એ લોકો આઠ વાગ્યે જતાં રહ્યાં” વનરાજે બાઇક સ્ટાર્ટ કર્યું. “એ લોકો પર મને ડાઉટ છે. મને ડર લાગે છે. એ લોકો CID સુધી ના પહોંચી જાય તો સારું” “ડરવાની જરૂર નથી, એને મેં સવારે જ વૉર્નિંગ આપી હતી” વનરાજનો ફોન રણક્યો એટલે તેણે ગેટ બહાર બાઇક ઉભી રાખી. ‘હોમાંશુનો જ ફોન છે’ કહેતા તેણે ફોન રિસીવ કર્યો.