મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 14

  • 3.1k
  • 1.5k

નીતિન વિશે જાણવા ઇચ્છતી રિધિમાંને મગનભાઈ ફક્ત એટલું જ કહી શક્યા, "બેટા એ તને હાલ નહિ મળે, એ જ્યારે ઓફિસ આવે ત્યારે જ મળશે" બસ આટલી વાત કરી ને રિધિમાં ત્યાંથી ઓફિસ જવા નીકળી ગઈ. એને ઓફિસ જતા પણ આ બધા જ વિચાર આવતા હતા, "કેમ અંકલ એને પુરી વાત ન જણાવી શક્યા?" ઓફિસ પહોંચતા એને મોડું થયું તો ત્યાં બીજું પ્રશ્નાર્થ ચિન્હ એની રાહ જોઈ જ રહ્યું હતું, સપના... રિધિમાં પહોંચી અને એની પર સપનાના જાતજાતના પ્રશ્નોનો મારો શરૂ થયો. "તું ગઈ કે ના ગઈ? શુ થયું? શુ વાત કરી? સર તો મળ્યા ને? તું ગઈ તો હતી ને?