કુંદા નું સાસરું

(43)
  • 7.1k
  • 2.5k

કુંદા નું સાસરું ...કુંદા પરણીને સાસરે આવી ત્યારે પહેલા આણે તો મહેમાનોની ભરી ભરી હાજરીમાં સાસરિયું સોહામણું લાગ્યું. બીજી વાર તો માત્ર ત્રણ દિવસ માટે એક નજીકના સગા ના લગ્ન પ્રસંગે મહાલવા આવેલી એટલે દિવસો આનંદમાં પસાર થયેલા પણ ત્રીજી વાર જ્યારે ખાસ્સી મહિના જેવી રોકાઈ ત્યારે સાસરિયાની સોહામણી માન્યતા બદલવાની તેને જરૂર લાગી.સાસરિયામાં આમ તો ઝાઝા માણસો નહોતા. એક તો એનો પતિ વિવેક, બીજા એના વિધુર સસરા સુમનલાલ તથા ત્રીજી નાની નણદી કેતકી.ત્રણ જ માણસોનું એ કુટુંબ પૈસે ટકે પણ સંપન્ન હતું. ઘરમાં એક જૂની ગાડી પણ હતી અને વર્ષો જૂનો એક