કૃષ્ણ એટલે પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની પરાકાષ્ઠા - દિવ્યેશ ત્રિવેદી

  • 5.2k
  • 1
  • 1.4k

આકાશમાં ઊગેલા પૂર્ણિમાના ચંદ્રને ઉત્તર ધ્રુવ જઈને જુઓ કે, દક્ષિણ ધ્રુવ જઈને જુઓ, ચંદ્ર તો એક જ છે. પરંતુ એ જ ચંદ્રના અનેક પ્રતિબિંબો ઠેર ઠેર જોવા મળે છે. સાગરનાં ઉછળતાં પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ ઉછળે છે, નદીના વહેતાં પાણીમાં વહેતું દેખાય છે. શાંત સરોવરમાં સ્થિર દેખાય છે અને ખાબોચિયાની ગંદકીને ઢાંકીને સૌંદર્યનો આભાસ ઊભો કરે છે. પ્રતિબિંબમાં પણ ચંદ્ર તો છે જ. ક્યાંક વૃક્ષની ડાળી પર તો ક્યાંક પર્વતના શિખરો પર અને ક્યાંક સપાટ જમીન પર ચંદ્રની ચાંદનીના ફેલાવ સ્વરૂપે મોજૂદ રહે છે. પૂર્ણિમાની રાતનો ચંદ્ર આમ સર્વવ્યાપક છે, એના બધાં જ ગુણ લક્ષણો સાથે! દરેક સંસ્કૃતિને પોતાના આગવા