હાસ્યવાર્તા:થિયેટર મારી નોકરી ખાઈ ગયું!"વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,ચરે,ફરે,રતિ કરે,ગર્ભને ધરે,અવતરે,મરે." -સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા આજના માણસનું જીવન પણ આવું જ થતું જાય છે જીવન શક્ય બનતું જાય છે ના જીવન મૃત્યુ મંદિર સુધી પહોંચે એ પહેલા થોડો ઘણો આનંદ માણસ મેળવે તે માટે અનાદિકાળથી ઘણો પ્રલોભનો અથવા તો મનોરંજનના સાધનો પૃથ્વી પર છે: સુરા,સુંદરી,રતિક્રીડા,નૃત્ય ,સંગીત, રેડિયો-ટીવી ને થિયેટર!બસ આ થિયેટરમાં જ મને મારા અગમ્ય અને જેને અનેક જ્યોતિષીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તેવા ભવિષ્યની ચિંતા કેમ થઇ એની વાત આ લેખમાં કરવી છે."યાર,કંટાળી ગયા હવે સમરસમાં!જરાય મજા આવતી નથી." મારા એક કોઈક બીજા પર બેસી જાય તો તે