તરસ પ્રેમની - ૫૧

(53)
  • 6.3k
  • 8
  • 1.9k

મેહા રડતા રડતા જ બોલે છે "રજત પ્લીઝ કંઈ તો બોલ. તારે જે સંભળાવવું હોય તે સંભળાવ. તારે મારી સાથે જે કરવું હોય તે કર પણ પ્લીઝ કંઈ તો બોલ. રજત તારા વગર હું નહીં રહી શકું." રજતે શર્ટ પહેર્યું. રજતે મેહા તરફ જોયું તો મેહા નીચી નજર કરી બેઠી હતી. મેહાને જોતાં રજતને લાગ્યું કે મેહા મનથી ભાંગી પડી છે. રજત મેહાની નજીક બેઠો. રજત:- "રડી લીધું હોય તો હવે નીચે જઈએ."રજત મેહાનો હાથ પકડી લે છે રજત અને મેહા નીચે બેઠક રૂમમા આવે છે. સાવિત્રીબહેન અને રતિલાલભાઈ ચા નાસ્તો કરી રહ્યા હતા. સાવિત્રીબહેન રજત અને મેહાને નાસ્તો કરવા