ભેદભાવ - 4

  • 4k
  • 1.4k

બારણે ટકોરા પડતા હંસાબેન અને મંજુબેન વિચારમાં પડી જાય છે કે અત્યારે આ કોણ હશે ? હંસાબહેન આગળ વધીને બારણું ખોલે છે ત્યાં સામે જ નવા રહેવા આવેલા પાડોશી સમજુબેન ઉભા હતા. હંસાબહેન મોઢું મલકાવતા બોલ્યા. અરે આવો આવો સમજુબેન ! મંજુ બેન પડથારે બેઠા બેઠા જ બોલ્યા અરે આવો સમજુબેન. સમજુબેન પણ અંદર આવે છે. અને ત્રણેયની ત્રિપુટી વાતો એ વળગે છે. અમે નિશાના ભણતર ની વાતો કરતા હતા. મંજુબેને વાતની શરૂઆત કરી. અરે હા એ તો ભણવામાં ખૂબ જ હોશિયાર છે ! મેં તેના વિશે બીજી છોકરીઓ પાસેથી ઘણાજ વખાણ સાંભળ્યા છે. તે હંમેશા