ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-8

(113)
  • 6.2k
  • 7
  • 4.2k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-8 નીલાંગ અને નીલાંગી માં ની વાત્સલ્ય અને સંઘર્ષની વાતો કરી રહેલાં. નીલાંગનાં ખભે માથું મૂકી આંખો મીંચી બેસી રહેલી નીલાંગીને નીલાંગે ઉઠાડી કહ્યું કાંદીવલી આવી ગયું અને સફાળી ઉઠીને નીલાંગીએ નીલાંગને ફ્લાઇગ કીસ આપી ઉતરી ગઇ. નીલાંગ જતી નીલાંગીને જોતો રહ્યો. થોડીવારમાં બોરીવલી પણ આવી ગયું ને નીલાંગે પેકેટ કાઢ્યું અને એ ટ્રેઇનમાંથી ઉતરી સીધો જ રઘુનાં સ્ટોલ પર પહોંચ્યો ત્યાં બંન્ને ભાઇ હાથમાં છાપુ લઇને બેઠાં હતાં નીલાંગે પ્હોચીને કહ્યું "તમે લોકો છાપુ લઇને બેઠા છો ભાઉ ? તમારી પાસે આટલો સમય છે ? કસ્ટમરને કોણ એટેન્ડ કરે છે ? તમારી પાસે ઘણીવાર વાત કરવાનો સમય