કલાકાર ભાગ – 6લેખક – મેર મેહુલ“આજે કેમ વહેલાં ?” વનરાજે પૂછ્યું. જીગર આઠ વાગ્યામાં તૈયાર થઈ રહ્યો હતો. હંમેશા એ આઠ વાગ્યે જાગતો એટલે વનરાજને અજુગતું લાગ્યું.“રીંકુને મળવા જાઉં છું” જીગરે શર્ટને પેન્ટમાં ખોસતા કહ્યું. રીંકુ જીગરની ગર્લફ્રેન્ડ હતી.“હજી બે દિવસ પહેલાં જ મળીને આવ્યો છે ને ?” વનરાજે બેડ પરથી જ બાજુમાં પડેલી સિગરેટ હાથમાં લીધી.“ એણે બોલાવ્યો છે તો ના થોડી પડાય ?” જીગર હળવું હસ્યો. આ તેનું બનાવટી હાસ્ય હતું.“ જલસા છે તમારે” વનરાજે સિગરેટનો કશ ખેંચીને હાથ હવામાં ફેરવ્યો.“ તું પણ એક પટાવી લે, ઉંમર નીકળતી જાય છે” જીગરે કાચમાં જ વનરાજ સામે જોઈ આંખ