પ્રેમદિવાની - ૫

(23)
  • 3.4k
  • 1.5k

જાણે કાંઈક તો ચમત્કાર જ થઈ રહ્યો હતો,જોને વિધાતાના લેખનો પ્રભાવ થઈ રહ્યો હતો!અમનમાં પહેલી ૨૪ કલાકમાં એની શારીરીક સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો હતો, એના જીવનું જોખમ તો ટળ્યું હતું પણ હજુ એ સંપૂર્ણ સ્વસ્થ ન્હોતો થયો. બીજા ૪૮ કલાક માં અમનમાં એટલો ફર્ક પડ્યો કે એ આંખ ઉઘાડતો, મીરાં નામનું રટણ કરતો અને ધીરે ધીરે નજર આખા રૂમમાં ફેરવતો અને ફરી ઊંઘમાં ગરકાવ થઈ જતો હતો. હવે, ડોક્ટરએ અમનના પરિવારને પૂછ્યું કે, "આ મીરાં તમારા પરિવાર સાથે શું સબંધ ધરાવે છે? મીરાંને અમન સાથે મળવા માટે બોલાવો કદાચ અમન એની જ રાહ પર છે."ડોક્ટરના મુખેથી આ વાત સાંભળીને અમન