શું કહેવું તારા વિશે? તું તો આ જીવનનો આધાર છે. કેટલાય રૂપ છે તારા, તને ક્યાં રૂપમાં જોવો. કેટલાય નામ છે તારા, તને ક્યાં નામથી પોકરવો. હવે તો આ જીવન પણ તુચ્છ લાગવા લાગ્યું છે. તને પૂજવો કે તને પ્રેમ કરવો કે પછી તને પૂજવામાં જ પ્રેમ છે.મન થાય છે તારા હાથમાં સજેલી વાંસળી બની જાઉં તો ક્યારેક થાય છે તારા માથા પર સજેલ મોરપંખ બની જાઉં નહિ તો તારા ગળા માં રહેલ વૈજન્તી માળા બની જાઉં. બસ જીવનભર તારા સાનિધ્યમાં રહેવા મળે તો આ સંસારને ભૂલી જાઉં.શું સ્થાન છે તારું મારા જીવનમાં? કૃષ્ણ, જાણે કોઈ પૂછે શું મહત્વ છે