વિરહ

  • 3.6k
  • 961

આભમાં સૂરજ ડૂબું ડૂબું કરી રહ્યો છે, એની લાલાશમાં બે પ્રેમી પંખીડા પ્રેમમાં ગળાડુબ છે. ખબર નહિ પણ મેશ્વા મૂડ ઓફ કરીને બેઠી છે, ચૉકલેટ ખવડાવતાં મયંક એને મનાવી રહ્યો છે.મેશ્વા પણ મૂડ ફ્રેશ કરવાં પ્રયત્ન કરી રહી છે. ધીમે ધીમે મેશ્વા બધું ભૂલીને મયંકનો હાથ પકડી લે છે. ત્યાં જ ક્યાંક ગિટારના સુરો સંભળાય છે. સૂર્યના ડૂબતાં કિરણો સામે કોઈક કલાકાર પોતાના ગિટારના તાર પર આંગળીઓ ફેરવી રહ્યો છે. ગિટારના સુર સાંભળી મયંક અને મેશ્વા બન્ને ગિટારવાદક પાસે જઈને બેસી જાય છે."વાહ ઉસ્તાદ વાહ, મજા આવી ગઈ, લો આ સો રૂપિયા હજુ ફરી એકવાર વગાડોને અંકલ" મયંકે સો રૂપિયાની