અત્યારે જોવા જઈએ તો શિક્ષણ ખૂબ જ મહત્વનું થઈ ગયું છે અને જરૂરી પણ છે. દરેક માતાપિતા પોતાના બાળકને સારું શિક્ષણ મળે તે જ ઈચ્છતા હોય છે અને તે માટે જેટલું બને એ બધું પોતે કરતા હોય છે. પણ મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી?? ના એવું નથી, શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી નથી એક ઉમદા અને સારા માણસ બનવું પણ છે. માત્ર પેપરમાં સારા માર્ક્સ લાવવાના નથી, જીવનની પરીક્ષામા પાસ થવું પણ છે. કેટલીક વાર માતાપિતા પણ બાળકોને શિક્ષણ પ્રત્યે એટલો ભાર આપે છે કે, બાળકનું બાળપણ જ ક્યાંક ખોવાઈ જાય છે. માતાપિતા બાળક પાસેથી મોટી