પ્રતિક્ષા - ૪૯

(29)
  • 4.1k
  • 2
  • 978

મનસ્વી ઉઠી તો તેના પલંગ પર અલગ અલગ જગ્યાએ લોહીના ડાઘ હતા. ફટાફટ કપડાં બદલી તેણે ચાદર બદલી નાંખી. ફરીથી મોઢું ધોઈ ઘર છોડવાના મક્કમ વિચાર સાથે પોતાનો સામાન પેક કરવા લાગી. તે બેગમાં બધું ભરી જ રહી હતી કે નીચે ડોરબેલ રણકી. પોતાના ઉતરેલા ચેહરાને સરખું કરતા તે તરત જ નીચે દોડી ગઈ. તેને લાગ્યું જ કે નીચે ઉર્વા હશે. તેને હજુ સમજાઈ નહોતું રહ્યું કે પોતે ઉર્વાને શું કહેશે અને કઈ રીતે કહેશે! હજુ ગઈકાલે તો ઉર્વાએ એને આ ઘરે રહેવા માટે હા કહી હતી અને આજે તે પોતે જ ઘર છોડીને જતી રહેશે તો કેવું લાગશે...! “ઉર્વા...