લવ બ્લડ - પ્રકરણ-38

(76)
  • 5.6k
  • 8
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-38 દેબુ અને રીપ્તા બેઠાં હતાં ત્યાં પાછળ ઝાડીમાંથી બૂચકારાંના ધીમાં ધીમાં અવાજ આવી રહેલાં અને દેબુ-રીપ્તા હતી પડ્યાં ત્યાં પાછળથી કોઇ બોલ્યુ "એય હસ્યા વિના તમે પણ કામે લાગો આવી જાવ પાછળ અહીં ઘણી જગ્યા છે.. દેબુ કંઇક બોલવા ગયો ને રીપ્તાએ દેબુનાં હોઠ પર એની હથેળી મૂકી દીધી. અને ચા વાળો ચા આપી ગયો. દેબુનાં હોઠ પર રીપ્તાએ હથેળી મૂકી.. દેબુનાં હોઠનો સ્પર્શ થયો એનાં શરીરમાં ઝણઝળાટી વ્યાપી ગઇ એ મીઠો કોમળ સ્પર્શ એમાં ભારોભાર જાણે પ્રેમ હતો ઇજન હતું રીપ્તાએ હાથ તરત જ પાછો લીધો પણ એ સ્પંદન સંવેદના જાણે વધુ ઘેરી બની એની આંખોમાં ભીનાશ