મેલું પછેડું - ભાગ ૧૬

(30)
  • 3.1k
  • 2
  • 1.4k

અજયભાઈ ની અનિચ્છા છતાં તેમને સરપંચ ને ત્યાં સપરિવાર રાત્રી ભોજન માટે જવું પડ્યું. સરપંચ ને જોતા જ હેલી ની આંખો પહોળી થઈ ગઈ ‘પરબત’ તે સ્વગત બોલી જાણે તેને જોઈ ને પોતાનું શારીરિક સંતુલન ગુમાવતી હોય એવું લાગતા રાખીબહેન નો હાથ હેલી એ પકડ્યો . સરપંચ બધા ને રામ – રામ કરી કંઇક કામે આઘોપાછો થયો ત્યારે હેલી એ કહ્યું, ‘આ સરપંચ જ પરબત જેને મારૂં જીવન રગદોળ્યું ને હવે ગામ નો મોભી બની બેઠો છે’.