પ્રતિશોધ દ્વિતીય અંક: - 3

(200)
  • 6.8k
  • 7
  • 4.3k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-3 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ છ મહિના પહેલા કેરળનાં અબુના નામનાં ગામમાં જઈને શક્તિશાળી ઇલ્યુમિનાટી સંસ્થાનાં સદસ્યોને ધૂળ ચાટતા કરીને પંડિત શંકરનાથ પોતાના ગામ મયાંગમાં આવીને શાંતિથી પોતાનું કામ કરી રહ્યા હતાં. એમની દેખરેખ નીચે સૂર્યા પણ ઉત્તમ રીતે ઘડાઈ રહ્યો હતો; દાદાની માફક પૌત્ર પણ પરમજ્ઞાની સાબિત થયો. એક રાત પંડિત શંકરનાથ પોતાના કક્ષમાં બેસીને કંઈક લખાણ લખી રહ્યાં હતાં ત્યાં ઘરનો દરવાજો જોરજોરથી ખટખટાવાનો અવાજ આવ્યો. રાત ઘણી વીતી ગઈ હતી અને આ સમયે અચાનક અહીં કોણ આવ્યું હશે એ વિચારી પંડિત પોતાનું કામ પડતું મૂકી ઘરનાં પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. પ્રવેશદ્વાર તરફ જતી વેળાએ