આજે આપણને ટેવ પડી ગઈ છે બીજાના એપ્રૂવલની કે કોઈ કહે તો જ આપણને આનંદ આવે અને મજા આવતી હોય છે એટલો આપણો આનંદ આજે બીજાની મુઠ્ઠીમાં કેદ થયેલો જણાય છે.કોઈના રીસેપ્શન,લગ્નમાં કે કોઈ પાર્ટીમાં જઈએ અને આપણે પહેરેલા કપડાની કોઈ પ્રશંશા ના કરે તો આપણને જમવું પણ ભાવતું નથી એટલે આપણે બીજાને પૂછી લઈએ છીએ “કેમ લાગે છે આ શર્ટ ?“બસ આથી જ આપણે આનંદની પળ માણી શકતા નથી.અરે ભાઈ તમે પહેરેલા કપડા કે કોઈ કિમતી ઘરેણા તમારા છે તો શા માટે તમે બીજાને પૂછો છો? તમને ગમતાં હતા એટલે તો તમે લીધા છે ને? તો પછી શા માટે