માનવીનું પણ ખૂબ જ વિચિત્ર છે ક્યારેક એક અદ્રશ્ય પાખો લઈને હિમાલયની ઊંચાઈએ પહોંચી જાય છે. તો ક્યારેક આંખોને બંધ કરીને સમુદ્રની ઊંડાઈ ડુબુકી મારી આવે છે. ક્યારેક ભૂતકાળને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યના સપના જોવે છે .બસ પોતાને છોડીને બસ તેને તો આ ત્રણ કાળમાં ભટકવાની આદત પડી ગઈ છે . કયા રસ્તે જવું.... નીરવ ને કોલ કરું ....મારી મનોવ્યથા એના સિવાય કોઈ જ સમજી નહી શકે. "હલો નીરવ" "આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે સામેથી કોલ." "બસ નીરવ મજાકના મૂડમાં નથી હું." "સારુ બોલ યાર." "આજે શ્રદ્ધા મળી હતી." "હવે કેમ એ પાછી આવી છે,એ તો તને