જીવન જીવી લઇએ

  • 2.6k
  • 1
  • 478

મન ભરીને જીવો, મનમાં ભરીને નહી.માનવ દેહમાં મન, મસ્તકનું મોરપિચ્છ છે. મન લાગણીઓને હદયની ભીતરમાં પ્રવેશ કરાવે છે. સુખ, હુંફ, સ્નેહ, વાત્સલ્ય, પ્રેમ જેવી સકારાત્મક લાગણી હોય કે દુઃખ, ઈર્ષા, અદેખાઈ, નિંદા જેવી નકારાત્મક લાગણી હોય. આપણે નક્કી કરવાનું છે કોનો કબ્જો મન ઉપર રહે. માનવનું મન ખૂબ ચંચળ છે. એ પતંગિયાની જેમ ઊડાઊડ કરે છે. મન મર્કટ છે. પ્રકાશ કરતા પણ વધુ ગતિથી વિચારો અને કલ્પના ને દોડાવે છે. સુખ પાછળ ભટકવાની મનની વૃત્તિ છે, અને જો તે ના મળે તો નિરાશા અને દુઃખને આમંત્રણ આપે છે.મિત્રો, મન નો વિસ્તાર કરવાનું પ્રબળ માધ્યમ વિચાર છે. હકારાત્મક વિચાર મનમાં ભરીને રાખવા