રોજગાર પન્નાલાલ પટેલ ની નવલકથા "માનવીની ભવાઈ" માં છપ્પનીયા દુકાળ વખતના સમયગાળા નું વર્ણન છે.ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં પેટ ની ભૂખ ઠારવા માણસ પોતાના સગા બાળકો ને વેચે છે.સ્ત્રીઓ પોતાના શરીરનો સોદો કરે છે.ભૂખ્યા આદિવાસીઓ કાચું અનાજ પણ મુઠ્ઠા ભરી ખાઈ જાય છે.ત્યાં સુધી કે ભૂખ્યા આદિવાસીઓ ઢોરો પર પણ એકી સાથે જંગલી પ્રાણી, શિકાર પર તૂટી પડે એ રીતે તૂટી પડી જીવતા પશુને કાચું ખાઈ જાય છે.આવો કપરો કાળ પન્નાલાલ એ પોતાની નવલકથા માં આલેખ્યો છે.ખરેખર આ દુન્યામાં સહુ થી મોટી કોઈ ભૂખ હોય તો તે છે પેટની ભૂખ. માણસ