કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ 3

(41)
  • 3.1k
  • 1.3k

એ ઘરનો ડેલો ખુલ્યો અને સ્વાતિ વળગી પડી એની મમ્મી ને.... એકસામટું રોકી રાખેલું બધું આંશુ વાટે વહી નીકળ્યું. શું થયું દીકરા....??? અંદર આવ અને રડ નહીં. હું સમજુ છું થયું છે શું. અંદર આવ તારા પપ્પા કાલે જ રાત્રે યાદ કરતા હતાં કે સ્વાતિ ખુશ તો હશે ને? મને એની ચિંતા થાય છે. સ્વાતિ પણ જીદી છે ના પડી એટલે ઉંબરો નહીં ઓળંગે. પણ આપણે એનાં ઘરે જઇયે.... જોઈએ કે દીકરી કેવા ઘરમાં રહે છે. કેમ જીવે છે? આપણે તો એ ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ નથીને. પપ્પા યાદ કરે એટલે આવવું તો પડેને. અને હવે હું અહીંથી ક્યાંય નથી