Dear પાનખર - પ્રકરણ - ૬

  • 3.3k
  • 1.2k

આકાંક્ષા અને શિવાલી યોગિનીદેવીની સાથે ‌ સ્ટેજ પરથી નીચે‌ ઉતર્યા. ગૌતમની આસિસ્ટન્ટ , ઝરણાંએ શિવાલીની નજીક આવીને કહ્યું , " ડૉ. શિવાલી ! હું ઝરણાં ! ગૌતમ સરની સાથે કામ‌ કરુ છું. એમની આસિસ્ટન્ટ. " " સરસ ! મળીને આનંદ થયો . કેવુ ચાલે છે રિપોર્ટિંગ ? " શિવાલીએ પૂછ્યું." રિપોર્ટિંગ સારું ચાલે છે ! એ બાબતે જ વાત કરવી હતી. મેગેઝિન માટે તમારો ઈન્ટરવ્યુ લેવો હતો. કયારે લઈ શકું છું. ?" ઝરણાં એ પૂછ્યું. " ગૌતમે કહ્યું છે કે તારો નિર્ણય છે આ ? " શિવાલી એ હસી ને પૂછ્યું. " સરે તો કોઈપણ પ્રેરણાદાયી સ્ત્રી કહ્યું હતું. તો મને થયું કે