ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-5

(101)
  • 9k
  • 7
  • 5.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-5 નીલાંગીનાં ઘરે ગયેલો નીલાંગ... ભોંઠો પડ્યો. નીલાંગીની માંએ એને ભાવ જ ના આપ્યો... ના એને જવાબ આપી બોલાવ્યો. નીલાંગીને પણ ખૂબ જ ખરાબ લાગ્યુ એણે એની માં ને ક્હ્યું "માં તેં કેમ આવું કર્યું ? એનો શું વાંક છે ? નીલાંગીની માં મંજુલાઆઇ એ ક્હ્યું "નીલાંગી મને તારુ આ છોકરા સાથે ફરવું બોલવું પસંદ નથી... એ પણ સાવ સામાન્ય ઘરનો છોકરો... તારાં સ્વપ્ન કેવા અને છોકરો કેવો પસંદ કર્યો છે ? તરત નીલાંગીની આંખમાં આંસુ આવી ગયાં એણે ક્હ્યું "માં તું શું બોલે છે ? એ મારો ખાસ ફ્રેન્ડ છે મારાં સારાં ખરાબ સમયમાં મને સાથ આવ્યો