કોરોના – હકારત્મક પ્રસંગો - 3

  • 4.5k
  • 1.3k

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (3) કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે,વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની પ્રતિબદ્ધતાની…આલેખનઃ રમેશ તન્ના આજે વાત કરવી છે વૈદ્યરાજ ભવદીપ ગણાત્રાની. તેઓ સજ્જ અને પ્રતિબદ્ધ વૈદ્યરાજ છે. અમદાવાદ અને ગુજરાતમાં કોરોના દર્દીઓને આયુર્વેદનો મોટો ફાયદો થઈ રહ્યો છે. જે કામ કેરલ રાજ્યમાં થયું તે ગુજરાતમાં પહેલાં જ થઈ શક્યું હોત, પણ દેર આએ દુરસ્ત આયે. આયુર્વેદમાં શ્વાસ-ફેફસાંના રોગોને નિયંત્રિત કરવાની અને મટાડવાની મોટી શક્તિ છે, જે સાબિત થઈ રહ્યું છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. 213માંથી 203 દર્દીઓ માત્ર સાત દિવસમાં