પિશાચિની - 13

(87)
  • 6.1k
  • 4
  • 3.4k

(13) ‘દીપંકર સ્વામી શું પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળની બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર આવશે ખરા ?’ વિચારતાં જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો હતો. દસ મિનિટ વિતી અને અત્યારે હવે એ રૂમનો દરવાજો ખૂલ્યો ને દીપંકર સ્વામી બહાર નીકળ્યા. બરાબર આ પળે જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર આવી ચૂકેલી શીનાના ચહેરા પર રાહત વર્તાતી હતી. ‘જિગર !’ જિગરના કાને દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો, એટલે