અંગત ડાયરી ============શીર્ષક : જીવનનૈયા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૦૨, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર બાળપણ અને વૃદ્ધાવસ્થા એ બંને જીવન સાગરમાં કિનારાઓની નજીક હોય છે. બાળપણ હજુ કિનારો છોડી રહ્યું હોય છે અને વૃદ્ધાવસ્થાની ગતિ કિનારા તરફની હોય છે. બંને અવસ્થામાં જીવનનૈયા ધીમી ચાલતી હોય છે, બાળપણને જ્ઞાન અને સમજનો અભાવ નડે છે અને બુઢાપાને અશક્તિ નડે છે. ભરપૂર તેલ કે ધી પૂરેલા કોડિયાની વાટને પ્રગટાવો એ પછીની શરૂઆતની ક્ષણો એટલે બાળપણ, એમાં વાટ પણ હજુ પૂરેપૂરી સળગી ન હોય, તેલ પણ છલોછલ હોય. બીજી તરફ દીવો ઓલવાઈ જવાની અંતિમ ક્ષણો નજીક હોય એ સમય એટલે બુઢાપો, એમાં