કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -6

  • 2.1k
  • 776

' હું હાવ નાનકડા ગામમાં રે'તી હતી ... જુવાનીમા પતિ તો બધાને છોડી ભગવાન પાસે ચાયલો ગેયલો... દીકરાઓને બહુ આપદા કરી દુઃખ વેઠી મોટા કરી કામ ધંધે લગાયડા બેટા... પણ લગન પછી મારા દીકરાઓ બદલાઈ ગીયા... પણ હું તો મા છું ને બેટા... મેં તો દીકરાઓનું ભલું જ વિચારતી... થોડા દિવસ પેલાં મારો નાનો દીકરો જે શેરમા રેય છે એ બીમાર પઈડો... મોટા દીકરાને મેં કેયુ કે મને શેરમાં મૂકી આવ... પણ માંડ બે ટાણાંનું ખાવાનું એ આપતો સાયેબ એ મને શેરમાં જાવાના પૈસા કા'થી આપે...ને પાછો એની બાયડીથી બીયે ... મને કોઈ મદદ ની કરે...