મિત્રો કોઈએ સરસ કહ્યું છે કે,“સમય પ્રમાણે ચાલવું પડે છે,સંજોગો પ્રમાણે બદલાવું પડે છે,મિત્રો આ જિંદગી તો એક એવું નાટક છે,કે જેમાં ઘણી વખત બરબાદ થઈને પણ ભજવવું પડે છે,અને આ નાટકની અંદર જો કોઈ સર્વશ્રેષ્ઠ કૃતિઓ કરીને જતું રહે, તો માણસો એને યુગો યુગો સુધી યાદ રાખે છે.” મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. મારે તમને વાત કરવી છે સમયની અને તેના મહત્વની. કારણ કે આપના જીવનમાં સમયનું વિશેષ મહત્વ રહેલું છે. આપણે આપણાં રોજ-બરોજના કાર્યમાં સમય વિષે સભાન હોઈશું તો આપણે આપણાં કાર્યોને યોગ્ય ન્યાય આપી શકીશું. કારણ કે સમય એ ખૂબ જ મૂલ્યવાન છે. એક વાર જે