આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા પરિમલની ફાઈલ વાંચે છે અને ચંદાબાઈ તેમજ અન્ય યુવતીઓ વિશે વાંચે છે.. ચંદાબાઈના ધારદાર શબ્દો એના હ્રદયને હચમચાવી જાય છે.. એ કોઈપણ ભોગે આ દેહવિક્રયનો ધંધો બંધ કરાવી એ બધી સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવા મળે અને વ્યવસાયની તકો મળે એ માટે એક સંસ્થા નિર્મળ નારી નિકેતન કેન્દ્ર ખોલે છે.. હવે આગળ.. પરિમલ એના પિતાના શબ્દો સાંભળી વિચારમાં પડી જાય છે.. શું હજુ પણ કોઈ વસ્તુ એવી છે જેનાથી હું અજાણ છું??એ રહસ્ય શું હશે?? ઘણી મથામણને અંતે પણ એને જવાબ મળતો નથી..સાંજે પરિમલ વિદાય લે છે.. "પિતાજી હું ઘરે જાઉં છું,પણ જતા પહેલા મને