'અનુપમ'ની ખોજમાં - પ્રો.વિ.કે.શાહ

  • 2.2k
  • 776

૧ પ્રાર્થના ન ટાળશો નાથ! મારી ઉપાધિ, ન ખાળશો નાથ! આધિ ને વ્યાધિ! ચહંત હું નાથ ફૂલો ન, - કાંટા, તણા રાહ પર કદમને મિલાવી આવી રહ્યો ‘નાથ’ બની જવાને. બુદ્ધ, મહાવીર, ઈસુ સર્વ સિદ્ધપુરૂષોના માર્ગ ફૂલ – બિછાત ન હતા. ડગલે ડગલે કાંટા હતા. મુશ્કેલીઓ હતી. તો મારા માટે પણ શા માટે સુંવાળો પંથ હોય? આદર્શને અનુસરવા માટે માર્ગ પણ આદર્શ જ જોઇએ ને? તેથી જ કવિ પ્રીતમે લખ્યું હશે ને!! ‘હરિનો મારગ છે શૂરાનો…’ ૨. Yet Junior જ્યારે મિત્રો સહુ પરણીને પત્ની સહ ઘૂમતા’તા, ત્યારે હું કો બગ સમ બની માછલી ઢૂંઢતો’તો. મિત્રો કે’તા ઝટકર હવે વાર શાની