સ્વાશ્રય નો મહિમાસ્વાશ્રય એટલે આત્મ નિર્ભર., સ્વાવલંબી, જાતે કરનાર, ખુદ નો ખુદા, પંડ નો પરમેશ્વર. સ્વાશ્રય નો અર્થ સ્વ આશ્રય. પોતાની જાત ઉપર આધારિત, કોઈની પર આશ્રિત નહી તેવો. જે વ્યક્તિ પોતાનું કામ જાતે કરે તે કયાંય અટકે નહીં. પોતાની જાતમાં વિશ્વાસ હોય, ધીરજ હોય, કાર્ય શક્તિ હોય, જે કાર્ય કરવાનું હોય તેનું જ્ઞાન હોય, અન્ય પાસે થી કામ લેવાની આવડત હોય, આયોજન થી અમલ સુધીનું ટાઈમ ટેબલ હોય. આશા, શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોય તો તે સ્વાશ્રયી માણસ સફળતા ને વરે છે. " જાત મહેનત જિંદાબાદ " નું સૂત્ર નો જીવન યાત્રામાં અમલ કરવાથી કાર્ય ઉત્સાહ વધે છે. કાર્યમાં ચુસ્તી