દુઃખનું મારણ

(11)
  • 3.3k
  • 1
  • 644

ઘણા દુઃખો પેઇંગ ગેસ્ટ તરીકે ઘરમાં ઘૂસતા હોય છે અને આજીવન મુકામ બનાવી લેતાં હોય છે. આવા દુઃખોને ગમે તેટલા પ્રયત્નો છતાં પણ હાથ પકડીને બહાર નથી કાઢી શકાતા. જેમ અમુક વર્ષો રાખ્યા પછી ભાદુઆતને પણ આપણા પોતાના મકાનમાંથી નથી કાઢી શકાતા એમ આવા દુઃખોને પણ નથી કાઢી શકાતા. આવા દુઃખો શાસ્વત બની જતા હોય છે. મનેકમને પણ એને સ્વીકારવા પડે છે. પણ અહીં વાત કરવી છે આવા દુઃખોના મારણ ની. એ દૂર નથી કરી શકાતા પણ હળવા જરૂર કરી શકાય છે. જેમ કપાઈ ગયેલા પગ માટે જયપુર ના ફૂટ હજાર છે એમ દરેક દુખનો ઈલાજ એના સમદુખિયા દ્વારા